જંગલબુક

awesome video



કાટવરણી 
(ટપકાવાળી બિલાડી)

દેશી બિલાડી કરતા અડધું કદ ધરાવતી આ બિલાડીના ભૂખરા શરીર ઉપર શરીરની લંબાઈમા હારબંધ ટપકાં હોય છે તથા માથા પર ચાર પટ્ટી આંખથી ગળા તરફ જતી જોવા મળે છે. તેની લંબાઈ ૬૫ સે.મી. અને વજન ૧ થી ૨ કી.ગ્રા. તેમજ ગર્ભધાનકાળ ૬૭ દિવસ છે. વિનાશના આરે ઉભેલી આ બિલાડી દક્ષિણ ગુજરાત અને ગીરના આછા જંગલ વિસ્તાર તથા ઘાસિયા મેદાનોમાં, છૂટીછવાઇ અને ભાગ્યે જ જોવા મળે છે. રાત્રિના સમયે પક્ષીઓ તથા અન્ય જીવોના શિકાર માટે જંગલના વૃક્ષો પર બેસેલ જોવા મળે છે.માદા ઝાડની બખોલમાં, ગુફા કે ખડકના પોલાણમાં આવાસ કરીને ૨ થી ૩ બચ્ચાને જન્મ આપે છે. ૧૯૯૦ પહેલા ગુજરાતમાં આ બિલાડીનું અસ્તિત્વ ડાંગ અને રાજપીપળામા હોવાની શક્યતાઓ હતી પરંતુ આધારભૂત માહિતી નહોતી.

*૧૯૯૦મા સિંહની ગણતરી વખતે ગીર જંગલમાં પ્રથમવાર જોવામાં આવેલ.*