સામાન્ય સંજોગોમાં આપણે વૃક્ષની
કિંમત તેનાં ફળ-ફૂલ કે તેમાંથી મળતાં લાકડાં પરથી આંકીએ છીએ. પરંતુ
વૈજ્ઞાનિકોની દષ્ટિએ વૃક્ષનું મૂલ્ય માનવજીવન માટે ઊંચુ છે.
પચાસ વર્ષ જૂના એક વૃક્ષની કિંમત વૈજ્ઞાનિક દષ્ટિએ જોતાં પંદરથી સોળ લાખ રૂપિયા જેટલી થતી હોય છે. આ પચાસ વર્ષના સમયગાળા દરમિયાન એક વૃક્ષે પૂરા પાડેલા પ્રાણવાયુની કિંમત રૂપિયા અઢી લાખ જેટલી થવા જાય છે. એક વૃક્ષ હવામાંનો કાર્બન ડાયૉકસાઇડ શોષી હવાના પ્રદૂષણનું નિયમન કરે છે. તેનાથી પાંચ લાખ રૂપિયાનો બચાવ થાય છે.વૃક્ષ જે પ્રોટીન પૂરું પાડે છે તેની કિંમત વીસ હજાર રૂપિયા જેટલી થવા જાય છે.જમીનનું ધોવાણ અટકાવવા ઉપરાંત તેની ફળદ્રુપતા જાળવવાના અઢી લાખ રૂપિયા અને વાતાવરણમાં રહેલા ભેજ તથા જળનિયમનના ત્રણ લાખની સાથે પશુ-પક્ષીઓ માટે છાંયો, આશ્રયસ્થાન વગેરેના અઢી લાખ રૂપિયા બચાવે છે.આ હિસાબે પચાસ વર્ષ જૂના એક વૃક્ષની કિંમત તેનાં ફળ-ફૂલ કે લાકડાં સિવાયની ગણતાં પંદરથી સોળ લાખ જેટલી થવા જાય છે.

વિચારો આપણી આસપાસ આટલી મૂલ્યવાન ચીજ નુ આપણને ધ્યાન નથી તો આજેજ સંકલ્પ લઇએ કે વૃક્ષોને કાપવાનું બંદ કરીશુ અને વધુમાં વધુ વૃક્ષો વાવીશું.