November 8, 2016

પ્રકૃતિ મિત્ર સંસ્થા 5 લાખ કાપડની થેલીનું કરશે વિતરણ


*****************************************************************
173 સ્વયંસેવકો તૈનાત રહી સેવા આપશે

જૂનાગઢનીલીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો ફેલાતો હોય છે. પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ સાથે પ્રકૃતિમિત્ર સંસ્થાએ પહેલ કરી છે. છેલ્લા બે વર્ષમાં પ્રકૃતિમિત્ર સંસ્થા દ્વારા ત્રણ ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતું. આગામી તા. 10મીથી રૂપાયતન સંસ્થા ખાતે પ્રકૃતિમિત્રની ટીમનાં 173 જેટલા સ્વયંસેવકો તૈનાત રહેશે. તેમજ પરિક્રમાર્થી પાસેથી પ્લાસ્ટિકની થેલી લઇ વિનામૂલ્યે કાપડની થેલી આપશે. પ્રકૃતિમિત્ર સંસ્થાનાં ચેરપર્સન અને ફાઉન્ડર પ્રો. ડો. ચિરાગબેન ગોસાઇએ જણાવ્યુ હતુ કે, બે માસથી તૈયારીઅો કરવામાં આવી રહી છે. જંગલમાં કચરો થાય તો પશુઓને નુકશાની થાય છે. કાર્યમાં રૂપાયતનનાં હેમંતભાઇ નાણાવટી, રાજુભાઇ દોષી, વિભાકરભાઇ જાની, કે.બી.સંઘવી, જયશ્રીબેન સંઘવીનો સહકાર મળ્યો છે.

પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા ત્રીજા વર્ષે પણ પ્લાસ્ટિકની થેલી એકઠી કરવામાં આવશે. [ અહીં બતાવેલ ચિત્ર પ્રતિકાત્મક છે ]
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-041005-1334769-NOR.html

November 5, 2016

ગામ

ગુજરાતના આ ગામમાં થતી હતી મોરના ટહુકાથી સવાર, હવે બન્યું મોર વિહોણું
************************************************************************************
‘મન મોર બની થનગટ કરે...’ આ પંક્તિ અને ગીત સાંભળીને લોકો અનેકવાર ઝૂમી ઉઠે છે પરંતુ કયારેય નજર સમક્ષ એકસાથે 1500 મોર થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના ક્યારે નહી કરી હોય. આ પ્રકારનો નજારો માણવા લોકો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સેંગપુર ગામની મુલાકાત અવશ્ય લેતા હતા. આ ગામમાં મોરના ટોળે ટોળાને બારેમાસ જોવા મ‌ળતા હતા. આ ગામમાં 450 પરિવાર વસવાટ કરે છે અને આ ગામના દરેક ઘર આંગણે અને ફળીયા મોરની કળાઓથી ખીલતા હતા. જો કે હજુ પણ મોરના ટહુકાથી આ ગામની સવાર થતી હોય છે.

એક સમય એવો હતો કે આ ગામના બાળકો મિત્રની જેમ મોર સાથે રમતા હતા પરંતુ હાલ સમય જતા આ ગામમાં મોરની સંખ્યા ઘટી છે. જેના કારણે આ ગામના ઘર આંગણા મોર વિહોણાં બન્યા. આ ગામના લોકો પણ મોરને જોવા માટે વનવગડામાં જવું પડે છે. ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે એક સમયે આ નાનકડા ગામમાં 1500 થી 2000 મોર વસવાટ કરતા હતા અને આ ગામની સવાર મોરના ટહુકાથી થતી હતી. અહીંયા લોકોના હાથમાંથી મોર દાણા ચણતા અને તેમની સાથે પરિવારના સભ્યની જેમ રહેતા હતા. પરંતુ રાષ્ટ્રીય પક્ષી હાલ ગ્રામજનો માટે સ્મરણિકા સમા બની ગયા છે અને હાલ તેઓની સંખ્યા 150 થી 200ની થઇ ગઇ છે અને તે પણ વનવગડામાં છૂટા છવાયા જોવા મળી રહ્યા છે.

આ ગામમાં મોરને ગ્રામજનોથી કોઇ ભય ન હતો અને ગ્રામવાસીઓ પણ મોરને કોઇ હાનિ પહોંચાડતા ન હતા. એક સમયે 1500 મોરની વસ્તી ધરાવતા આ સેંગપુર ગામમાં એક પરિવાર દીઠ એક મોર જોવા મળી રહ્યા હતા. આ ગામમાં વહેલી સવારથી પોતાનાં રોજબરોજના કામે જતાં ગ્રામવાસીઓ મોરની સારસંભાળમાં રાખવામાં થોડી પણ બેદરકારી કરતા નથી અને મોરને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે ગામમાં શ્વાન પાળવાનું પણ લોક ટાળે છે. ઉપરાંત ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે પણ અનેકવાર વિચાર કરીને નિર્ણય લઇ રહ્યાં છે. ગ્રામજનોએ મોર માટે સુવિધાજનક અને સાનુકુળ વાતાવરણ જરૂર વિકસાવ્યું પરંતુ તંત્રની ઉદાસીનતા આગળ ગ્રામજનોએ પોતાનાં સ્વજન સમા મોરને ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
દેશના રાષ્ટ્રીય પક્ષીની જાળવણી એ સર્વેની નૈતિક જવાબદારી

આ ગામે મોરની ઘટતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરતા પક્ષી પ્રેમી લોકોનું કહેવું છે કે વગડામાં કે જંગલમાં જે મોર હોય છે તે માનવ વસ્તીમાં ભળતા નથી પરંતુ સેંગપુરનાં મોર આજે પણ ગ્રામજનોના હાથમાંથી દાણા ચણીને ખાય છે. સેંગપુરમાં મોરની સંખ્યા ઘટવા પાછળ ગ્રામજનોએ વધતા ઔદ્યોગિક પ્રદૂષણને જવાબદાર ગણાવી રહ્યા છે. કારણ કે આ ગામની નજીક વહેતી અમરાવતી ખાડીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી ભળવાથી અનેક વખત જળચર જીવો મોતને ભેટ્યાં હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યો છે અને આ જ ખાડીનું પાણી મોર માટે જીવલેણ બન્યું હોવાનું કહેવાય છે. દેશના રાષ્ટ્રીય પક્ષીની જાળવણી એ સર્વેની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય ધરોહર સમાન આવા પક્ષીઓ ફરીથી ગામમાં હરતા થાય તે માટે ઉદ્યોગ જગત સરકાર સહિતના જવાબદાર તમામ તંત્ર જાગૃત બને એ જરૂરી છે.
પ્રદૂષિત પાણીથી મોરના અસ્તિત્વ પર ખતરો

એક સમય હતો જ્યારે સેંગપુર ગામમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા મોર પરિવારના સભ્યની જેમ ગ્રામજનો સાથે રહેતા હતા. પરંતુ હાલની પરિસ્થતી પ્રમાણે આ વિસ્તારની નજીક ઉદ્યોગો સ્થપાતા તેમજ કંપનીઓમાંથી કેમીકલયુકત પાણી પીવાથી મોરના જીવન પર થતી અસરને કારણે તેમની સંખ્યા હાલ ઘટીને ૧૫૦ થી ૨૦૦ થઈ ગઈ છે. આ મુદ્દે સરપંચ તથા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબાત છે અને આ મુદ્દે કડક પગલા લેવામાં આવશે.
મોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો - ચિંતાજનક

આ ગામના માજી સરપંચએ જણાવ્યું હતું કે એક સમયે ગામમાં મોરોની સંખ્યા ભરપુર હતી. આ સેંગપુર ગામમાં એક પરિવાર દીઠ એક મોર જોવા મળતા હતા અને મોરના ટહુકાથી ગામમાં ગ્રામજનોની સવાર પડતી હતી. પરંતુ સમય જતા મોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જે બાબત ચિંતાજનક છે.
http://www.divyabhaskar.co.in/news/GUJ-GNG-wanting-peacock-in-sengpur-village-gujarat-gujarati-news-5444307-PHO.html?seq=5

August 4, 2016

આપણો સિંહ...

🦁આપણો સિંહ...આપણી શોભા છે...🦁

સિંહ કહો.....સાવજ કહો....કેશરી કહો.... ઉનિયો વાઘ કહો...કે પછી કહો... બબ્બર શેર...👇🏿👇🏿

આ માહિતી શાળાના બાળકો ને આપજો....👇🏿👇🏿

👉🏾 અંગ્રેજી નામ ASIATIC LION...

👉🏾 વૈજ્ઞાનિક નામ Panthera leo persica...

👉🏾 આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ...

👉🏾 લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)

👉🏾 ઉંચાઇ ૧૦૫ સેમી.
વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)

👉🏾 સંવનનકાળ ઓક્ટોબર થી ડીસેમ્બર

👉🏾 ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)

👉🏾 દેખાવ શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન...

👉🏾 નર સિંહને ગળામાં કેશવાળી હોય છે...

👉🏾 ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે...

👉🏾 વ્યાપ.... ફક્ત ગીરનાં જંગલમાં...

👉🏾 રહેણાંક સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ...

👉🏾 ઉપસ્થિતિ ના ચિન્હો પગલાં, મારણ, ગર્જના...

👉🏾 ગુજરાતમાં વસ્તી ૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦), ૫૨૩ (૨૦૧૫)

👉🏾 નોંધ :👇🏿👇🏿

👉🏾આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્ત ન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૩ ના આધારે અપાયેલ છે.

👉🏾આવો...આપણે આપણા સિંહનું રક્ષણ કરીએ...

👉🏾  ગીર સોમનાથ , જુનાગઢ , અમરેલી અને ભાવનગરના સૌ મિત્રો ને વિનંતી...
10 - ઓગસ્ટ....સિંહને સમર્પિત કરીએ...                                       
🦁આપણો સિંહ....આપણી શોભા છે....🦁

October 5, 2015



ભારતનાં વન્ય પ્રાણીઓના અભયારણ્યો
  • ઇંટન્ગકી અભયારણ્ય‍ : કોહિમા (નાગાલૅન્ડ)
  • કર્નાળા પક્ષી અભયારણ્ય : પનવેલ (મહારાષ્ટ્ર)
  • કોલ્લેરુ પક્ષી અભયારણ્યય : એલુરુ (આંધ્ર પ્રદેશ)
  • ગીર અભયારણ્ય : જૂનાગઢ (ગુજરાત)
  • કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય: ભરતપુર (રાજસ્થાન)
  • તાનસા અભયારણ્ય : ઠાણે (મહારાષ્ટ્ર)
  • દાંડેલી અભયારણ્ય‍ : ધારવાડ (કર્ણાટક)
  • ડાચીગામ અભયારણ્ય‍ : ડાચીગામ (જમ્મુ અને કાશ્મીર)
  • નળસરોવર પક્ષી અભયારણ્ય : અમદાવાદ જિલ્લો (ગુજરાત)
  • પચમઢી અભયારણ્ય : હોશંગાબાદ (મધ્ય પ્રદેશ)
  • પરિયાર અભયારણ્ય : ઇડક્કી (કેરલ)
  • પલામૂ વાઘ અભયારણ્ય : ડાલ્ટનગંજ (ઝારખંડ)
  • મેળઘાટ અભયારણ્ય : મેળઘાટ (મહારાષ્ટ્ર)
  • મુડુમલાઇ અભયારણ્ય : નીલીગરિ (તમિલનાડુ)
  • રાધાનગરી અભયારણ્ય : કોલ્હાપુર (મહારાષ્ટ્ર)
  • રણથંભોર વાઘ અભયારણ્ય‍ : સવાઇ માધોપુર (રાજસ્થાન)
  • વાયનાડ અભયારણ્ય : કન્નાનોર (કેરલ)
  • શરાવતી અભયારણ્ય : શિમોગા (કર્ણાટક)
  • શિકારીદેવી અભયારણ્ય : મંડી (હિમાચલ પ્રદેશ)
  • શિવપુરી અભયારણ્ય? : શિવપુરી (મધ્ય પ્રદેશ)
  • સુંદરવન વાઘ અભયારણ્ય : ચોવીસ પરગણા (પશ્ર્ચિમ બંગાળ)
  • સારિસ્કા અભયારણ્ય : સારિસ્કા (રાજસ્થાયન)
  • સોનાઇરૂપા અભયારણ્ય : તેઝપુર (અસમ)
  • વેડનતાંગલ પક્ષી અભયારણ્ય : વેડનતાંગલ (તમિલનાડુ)
  • ચંદ્રપ્રભા અભયારણ્ય : વારાણસી (ઉત્તર પ્રદેશ)
  • ઘટપ્રભા પક્ષી અભયારણ્ય : બેલગામ (કર્ણાટક)
  • જલદાપાડા અભયારણ્ય : જલપાઈગુરી (પશ્ચિમ બંગાળ)
  • કત્રી ગેમ અભયારણ્ય : બસ્તર (છત્તીસગઢ)
  • મનાસ વાઘ અભયારણ્ય : બારપેટા (અસમ)
  • મેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય : નેલ્લૂર (આંધ્ર પ્રદેશ)
  • રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય : મૈસૂર (કર્ણાટક)
  • સિમ્લીટપાલ વાઘ અભયારણ્ય : મયૂરભંજ (ઓરિસ્સા)
  • સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય : ગુડગાંવ (હરિયાણા)



રાષ્ટ્રીય ઉદ્યાનો (નૅશનલ પાર્ક)
  1. ગિંડી નૅશનલ પાર્ક : ચેન્નઇ (તમિલનાડુ)
  • કાઝીરંગા નૅશનલ પાર્ક : જોરહાટ (અસમ)
  • નંદનકાનન નૅશનલ પાર્ક : ભુવનેશ્ર્વર (ઓરિસ્સા)
  • જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક : રામનગર (ઉત્તરાખંડ)


  • દુધવા નૅશનલ પાર્ક : લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ)
  • હઝારીબાગ નૅશનલ પાર્ક : હઝારીબાગ (ઝારખંડ)
  • શિવપુરી નૅશનલ પાર્ક : શિવપુરી (મધ્ય પ્રદેશ)
  • કાન્હા નૅશનલ પાર્ક : મંડલા (મધ્યય પ્રદેશ)
  • બાંધવગઢ નૅશનલ પાર્ક : શાહડોલ (મધ્ય પ્રદેશ)
  • બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન : બેટલા (બિહાર)
  • ભરતપુર રાષ્ટ્રી ય ઉદ્યાન : ભરતપુર (રાજસ્થાન)
  • રોહલા નૅશનલ પાર્ક : કુલ્લુ (હિમાચલ પ્રદેશ)
  • ખાંગચેંડઝના નૅશનલ પાર્ક : ગંગટોક (સિક્કિમ)
  • તાડોબા નૅશનલ પાર્ક : ચંદ્રપુર (મહારાષ્ટ્ર)
  • પેંચ નૅશનલ પાર્ક : નાગપુર (મહારાષ્ટ્ર્)
  • સંજય ગાંધી (બોરિવલી) નૅશનલ પાર્ક : મુંબઇ (મહારાષ્ટ્ર)
  • નવેગાંવ નૅશનલ પાર્ક : ભંડારા (મહારાષ્ટ્ર)
  • બંડીપુર નૅશનલ પાર્ક : મૈસૂર (કર્ણાટક)
  • નગરહોલ નૅશનલ પાર્ક : કૂર્ગ (કર્ણાટક)
  • બન્નીરઘટ્ટા નૅશનલ પાર્ક : બેંગાલૂરુ (કર્ણાટક)
  • વેળાવદર નૅશનલ પાર્ક : ભાવનગર (ગુજરાત)
  • એરાવીકુલમ રાજવલ્લેક નૅશનલ પાર્ક : ઇડક્કી (કેરલ)